અભિનેત્રી કરિશ્મા શર્મા માટે ધર્મશાલાની ટ્રિપ એક ખરાબ સપનુ બની ગયું છે. કરિશ્મા તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી ટાઇમ નીકાળીને કામથી બ્રેક લઇને ધર્મશાલા ગઇ હતી. પરંતુ તેને વચ્ચે જ ટ્રિપ છોડીને પરત આવવું પડ્યું કરિશ્માએ આ ટ્રિપ અંગે ખુલીને વાત કરી.

કરિશ્માએ કહ્યું, હું કામથી બ્રેક લેવા માંગતી હતી. અને મેં ધર્મશાળા જવાનો નિર્ણય લીધો. એક દિવસ હું મારા મિત્ર સાથે એક સુંદર મંદિરમાં દઇ અને અમે ત્યાં કેટલીક તસવીરો પણ લીધી. પરંતુ જેવું મે પાછળ ફરીને જોયું તો આશરે 15 વ્યક્તિ અમારી પાછળ ઉભા હતા. તે લોકો મને અજીબ રીતે જોઇ રહ્યા હતા. સાચું કહું તો તે મારી છાતીને જોઇ રહ્યા હતા. હુ ડરી ગઇ અને તે લોકોને કઇ જ કહી શકી નહી અને ત્યાંથી જલદી નીકળી ગઇ. આગળ મેં એક પોલીસે આ અંગે જણાવ્યું કે મારી સાથે છેડતી થઇ છે. તો તે પોલીસે સ્માઇલ કરતા કહ્યું કે કોણ તમારી સાથે છેડતી કરી રહ્યું છે, અંહી તો કોઇપણ નથી. મને પોલીસનો આ જવાબ અજીબ લાગ્યો.

Advertisements

કરિશ્માની પરેશાન ખતમ થઇ નથી. તેણે કહ્યું કે આ ઘટનાને ભુલીને હું સ્ટ્રીટ શોપિંગ માટે ગઇ, મને અને મારા મિત્રને લાગ્યું કેટલાક લોકો અમારો પીછો કરી રહ્યા છે જયારે અમે પાછળ જોયું તો તે લોકો પણ ફરી ગયા. હુ ડરીને એક દુકાનમાં જતી રહી તો ત્યાં મેં એક લફંગાને ઓળખી લીધો. જ્યારે હું બહાર નીકળી તો ત્યાં કેટલાક લોકો ધારદાર વસ્તુ લઇને ઉભા હતા. એક વખત તો મને એવું લાગ્યું કે આ લોકો મારું અપહરણ તો નહીં કરી લે. તે લોકો ધારીને જોતા હતા અને અમારી પાસે આવી રહ્યા હતા.

ત્યારે બીજા દિવસે એક મોનેસ્ટ્રી ગઇ અને મે કેટલાક લોકો સાથે વિડીયો બનાવતા રેકોર્ડ પણ કરી લીધું. તેના આ અનુભવથી કરિશ્મા ખૂબ ડરી ગઇ અને તેની આ ટ્રિપ પૂરી થાય તેના 2 દિવસ પહેલા જ ત્યાંથી પરત આવી ગઇ. તેને કહ્યું કે ત્યાંની ગલીઓમાં ફરવું ખૂબ ડરાવનું હતું. ત્યાના લોકો ધારીને જોતા હતા અને જોઇને ગીત ગાય રહ્યા હતા. હું ત્યાં 4 દિવસ ત્યાં રોકાવા માંગતી હતી. પરંતુ ફક્ત 2 જ દિવસમાં પરત આવી ગઇ. ઘર્મશાળા સુંદર જગ્યા છે પરંતુ મારો અનુભવ ખૂબ ખરાબ રહ્યો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *