ભારતમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કર્યા બાદ, દૈનિક વેતન કામદારોએ આજીવિકાના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવામાં બિન-સરકારી સંસ્થાઓ જરૂરીયાતમંદોને મદદ કરવા આગળ આવી રહી છે.

એવામાં એક નોએડાના સેક્ટર 78 સ્થિત રોટી બેંક પણ છે,આ સંગઠનનને નોએડા ઓર્થોરિટી અને 78ના નિવાસીઓ એ ગરીબોની મદદ માટે શરૂ કરી છે.

Advertisements

આ રોટી બેન્ક લોકડાઉન વચ્ચે રોજ લગભગ 3,000થી 4,000ગરીબ મજૂરો અને જરૂરિયાતમંદોને ખાવાનું ખવડાવી રહ્યા છે. આ મહિને 12 એપ્રિલ એ શરૂ થયેલ આ રોટી બેન્ક 11દીવસોમાં 1 લાખ 10 હજાર રોટલીઓ બનાવી ચુક્યા છે.

નોએડા સેક્ટર 78 ના Antariksh Golf View 2 ની સોસાયટીમાં રહેતા બ્રજેશ શર્મા એ કહ્યું કે,રોટી બેંકની શરૂઆત, Antariksh Golf View 1,2 અનેAssotech Windsor સોસાયટીના કેટલાક લોકોએ મળીને કરી હતી.

Advertisements

અમે ત્યારબાદ નોએડા સેક્ટર 78 થી લઈને 79 ની બધી સોસાયટીઓને તેની જાણકારી આપી.જ્યારે બધા લોકોએ તેમાં સહમતી બતાવી તો અમે આ પ્રસ્તાવને લઈને નોએડા ઓર્થોરિટી પાસે ગયા,ઓર્થોરિટી પણ અમારા આ પ્રસ્તાવથી સહમત થઈ ગયા.અને અમે ઘરે જઈ જઈને રોટી કલેક્શન માટે એક વાહન પણ આપ્યું.

ત્યારબાદ અમે બધી સોસાયટીઓનું એક whatsapp ગ્રૂપ બનાવ્યું,દરેક સોસાયટીમાં ખાલી બોક્સ મૂકી દીધા જેથી લોકો તેમાં રોટલીઓ મૂકી શકે આ દરમ્યાન દરરોજ સાંજે 4 વાગ્યા પછી લોકો દરેક ઘરમાંથી 4-4 રોટલીઓ ડબ્બામાં મૂકે છે.સાંજે.લગભગ 5:30 અમે બધા બોક્સ કલેક્ટ કરીને તેને સોસાયટીના ગેટની પાસે મૂકી દઈએ છે.

Advertisements

Assotech Windsor સોસાયટીમાં રહેતા નીતિન જૈન કહે છે કે સાંજના 6 વાગ્યા પછી નોઈડા ઓથોરિટીની ગાડી આવીને તમામ ડબ્બાને લઈને સોરખા ગામના કોમ્યુનિટી કિચનમાં લઇ જાય છે. અહીં ગરીબ અને મજૂરો માટે શાકભાજી અને દાળ બનાવવામાં આવે છે.

શરૂઆતમાં, ત્રણેય સોસાયટીના લોકોએ દરરોજ 400 રોટલીઓ બનાવીને ગરીબોની મદદ કરી હતી.આજે લગભગ 25 સોસાયટીના લોકો મળીને આ ઉમદા કામને પૂર્ણ કરી રહ્યા છે. નોઈડા ઓથોરિટી દરરોજ આ સોસાયટીઓમાંથી 1500 થી વધુ રોટલીઓ એકત્રીત કરે છે.નોઈડા સ્થિત આ ‘રોટી બેંક’ રોજિંદા જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક બનાવવાનું અને તેનું વિતરણ કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

Advertisements

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *