‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતા વિશે એક મોટો ખુલાસો થયો છે. હવે નેહા આ શોમાં પાછી ફરવા માંગે છે, પરંતુ હવે શોના નિર્માતાઓએ તેને શોમાં પાછા લેવાની ના પાડી દીધી છે. નિર્માતા અસિતકુમાર મોદીએ આ વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે, નેહા શોમાં પાછા ફરવા માંગતી હતી, પરંતુ તેણે કહ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. અમે આ શોમાં જે નવા કલાકારને લીધાં છે તે સરસ કામ કરી રહ્યાં છે. અને શોમાંથી કોઈને એકવાર કાસ્ટ કરી લીઘા પછી કાઢી નાખવા એ સંભવ નથી.

Advertisements

ઉલ્લેખનીય છે કે, નેહા મહેતા શરૂઆતથી તારક મહેતા સિરિયલ સાથે સંકળાયેલી હતી. 12 વર્ષની આ યાત્રા એક વિવાદ સાથે સમાપ્ત થઈ. જ્યારે તેણે આ શો છોડી દીધો ત્યારે તેની પાછળનું કારણ આપ્યું કે આ શો અંગે તેમની પાસે કેટલાક મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો જોઇએ પરંતુ ન તો તેણે મારું સાંભળ્યું કે ન તો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું. જો કે, બાદમાં નેહા મહેતાએ પણ આ શોમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો. એક વાતચીતમાં નેહાએ કહ્યું હતું કે, હા મેં મારી રીતે પાછા ફરવાનો વિચાર કર્યો. પરંતુ તે પહેલાં હું સેટ પરના નિયમો અને કાયદાને બદલવા માંગતી હતી.

Advertisements

નેહાએ કહ્યું કે, તેના પિતાના કહેવા પર તેણે અસિત મોદી સાથે પાછા ફરવાની વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું અસિત મોદીનો ખૂબ જ આદર કરું છું. મેં તેમને કહ્યું કે આ સર આપણે આટલી વસ્તુઓ પર વિચાર કરવો જોઈએ. આપણે તેમને ધ્યાનમાં લેવી જોઈએ, અને એ સાચું પણ છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે અમારી સાથે કામ કરવા માંગતા હો, તો તમારે તમારા કેટલાક અહમ મુદ્દાઓને સુધારવાની જરૂર છે. જો તમારે હજી પણ વિદાય લેવી હોય તો તમે હજી પણ જઇ શકો છો કારણ કે અમારી પાસે બીજું કોઈ છે જે ઓછા પૈસામાં પણ કામ કરી શકે છે. આવું કોઈની પણ સાથે થઈ શકે છે, તેથી હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. નેહાએ શો છોડવા વિશે આખી વાત જણાવી નહીં પણ એટલું કહ્યું કે ઘણા કેસમાં ચૂપ રહેવું એ જ ઉત્તમ જવાબ છે. તેમણે કહ્યું, ‘કેટલીક વાર ઉત્તમ જવાબ એ હોય છે કે કોઈ વિષય પર મૌન રાખવું.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *