શું તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, જો હા તો તમે કયા કલરની ગાડી લેવી તે પણ નક્કી કરી લીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વાહન ખરીદતા પહેલા આપણે રંગનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ રંગનો આપણા જીવન પર વિશેષ પ્રભાવ પડે છે.

જ્યોતિષ પ્રમાણે રંગો દ્વારા પણ આપણું ભાગ્ય ખુલી શકે છે. એટલે જો તમે વાહન ખરીદવા ઈચ્છો છો તો એ વાત પર ધ્યાન આપો કે કયો રંગ તમારા માટે લકી રહેશે અને કયો અનલકી.આજે અમે તમને રાશિ પ્રમાણે જણાવીશું કે તમારે કયા રંગની ગાડી લેવી જોઈએ. ચાલો જાણીએ કયો રંગ છે તમારા માટે લકી.

Advertisements

મેષ

મેષ રાશિના લોકો માટે આછો સફેદ રંગ શુભ છે. તમે સફેદ, આછો લીલો કે ગુલાબી રંગનું વાહન ખરીદી શકો છો. બીજી તરફ તમારે ક્યારેય કાળા રંગનું વાહન ન ખરીદવું જોઈએ. આ રંગનું વાહન તમારા માટે અનલકી રહેશે.

Advertisements

વ્રુષભ

વ્રુષભ રાશિના લોકોએ આછા રંગના વાહન ખરીદવા જોઈએ. તમારી રાશિનો સ્વામી શુક્ર છે, એટલે તમારે સફેદ કે સિલ્વર રંગની ગાડી ખરીદવી જોઈએ.
મિથુન

Advertisements

આ રાશિના જાતકો માટે ઘાટા રંગ શુભ હોય છે, એટલે તમારે કાળા, ગુલાબી, કે લાલ રંગના વાહન ખરીદવા જોઈએ. આ ઉપરાંત ચળખતા સફેદ રંગના વાહનો પણ તમારા માટે બેસ્ટ રહેશે.

કર્ક

Advertisements

તમે વાદળી, સફેદ કે ગાઢ લીલો અથવા આછો પીળો કોઈ પણ રંગનું વાહન ખરીદી શકો છો. આ તમામ રંગ તમારા માટે લકી સાબિત થશે.

સિંહ

Advertisements

સિંહ રાશિના લોકોએ સૂર્ય સાથે જોડાયેલા રંગની ગાડી ખરીદવી જોઈએ. જેમ કે લાલ, પીળો વગેરે. આ ઉપરાંત તમે મરૂન રંગનું વાહન પણ ખરીદી શકો છો.

કન્યા

Advertisements

તમારા માટે તમામ રંગના વાહન લકી સાબિત થશે. ખાસ કરીને પીળો અને લીલો રંગ તમારા માટે શુભ રહેશે. તમારે આ જ રંગનું વાહન પસંદ કરવું જોઈએ, એ વધું સારુ રહેશે.

તુલા

Advertisements

તુલા રાશિનો સ્વામી શુક્ર છે, એટલે તમારે સફેદ રંગનું વાહન ખરીદવું જોઈએ. ઘાટા વાદળી રંગનું વાહન પણ તમારા માટે શુભ રહેશે.

વ્રુશ્વિક

Advertisements

આ રાશિના લોકોએ મિક્સ રંગના વાહન ન ખરીદવા જોઈએ. તેમણે જાંબલી, મરૂન, ઘાટો લીલો, પોપટી રંગનું વાહન ખરીદવું જોઈએ.

ધન

Advertisements

તમારા માટે ઘાટો લીલો, પીળો કે કેસરી રંગ લકી રહેશે, એટલે તમે આ રંગના વાહન ખરીદો.

મકર

Advertisements

તમારા માટે ઘાટા લીલા રંગના વાહનો લકી રહેશે. તમારી રાશિનો સ્વામી શન છે એટલે તમે કાળા, જાંબલી, વાદળી કે ભૂરા રંગની ગાડી પણ ખરીદી શકો છો.

કુંભ

Advertisements

તમારી રાશિના જાતકો માટે પણ ઘાટો લીલો કલર શુભ રહેશે, કાળો, જાંબલી, વાદળી કે લીલા રંગનું વાહન તમારા માટે સારું છે.

મીન

Advertisements

તમારા માટે આછા કે ઘાટા બંને રંગ યોગ્ય રહેશે. તેમ છતાંય તમારે આછો ગુલાબી, પીળો, ઘાટો વાદળી રંગનું વાહન ખરીદો. એ તમારા માટે લકી સાબિત થશે. આ ઉપરાંત તમારે લીલા રંગનું વાહન પણ ખરીદી શકાય.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *