નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોઝને શેર કર્યા જેમાં મહાનાયક લગ્નના રીત -રિવાજો પૂર્ણ કરતા જોવા મળે છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન હાલમાં જ તેમની વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. બોલીવુડના મહાનાયકે આજના દિવસે તેના લગ્ન જીવનના 48 વર્ષ પુર્ણ કર્યા છે.

Advertisements

3 જૂન 1973ના રોજ બન્ને ફિલ્મી સ્ટાર્સના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચને પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી છે. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. અમિતાભ અને જયાના વર્ષો જૂના ફોટોઝ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા છે. હાલ સોશલ મીડિયા પર અને એમાંય ખાસ કરીને ઈંસ્ટાગ્રામ પર અમિતાભ અને જયાના લગ્નની તસવીરો ધૂમ મચાવી રહી છે.ફોટોમાં જોવા મળી લગ્નની ઝલક.લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા છે. જયા બચ્ચન લાલ પાનેતરમાં સજીને બેઠી છે તો સફેદ શેરવાણીમાં અમિતાભ બચ્ચન પણ કમાલ લાગી રહ્યા છે. બિગ બી એ આ ફોટાને શેર કરતા કેપ્શનમાં દરેકનો આભાર માન્યો.

ફેન્સે આપી શુભકામનાઓ.અમિતાભ બચ્ચને પોસ્ટ મુકી તેના થોડા કલાકો પછી 5 લાખથી વધુ સોશિયલ મીડિયા યૂઝર્સે આ ફોટોને લાઈક કર્યા અને શેર પણ કર્યા. તમામ બોલીવુડ સેલિબ્રિટીએ પણ આ ફોટો અંગે પ્રતિક્રિયા આપી છે. ભૂમિ પેડનેકર, અહાનાસ કુમરા, મનીષ પોલ, રાહુલ દેવ અને આવા કેટલાય સ્ટાર્સે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

Advertisements

અમિતાભ- જયાની લવ સ્ટોરી.અમિતા બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ છે. પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.અમિતાભ બચ્ચને એક ચેટ સોમા પોતાની અને જયાની પહેલી મુલાકાત અને લવસ્ટોરી વિશે કહ્યું હતું. બિગ બીએ જયાને પહેલી વાર એક મેગેઝીનના કવરપેજ પર જોયા હતા. મેગેઝીન પર જયાને જોતા જ અમિતાભ બચ્ચન ઘણા જ પ્રભાવિત થયા હતા. જયાની આંખો ખૂબ જ સુંદર લાગી હતી.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેઓને હંમેશાથી એવી જ છોકરી જોઇતી હતી જે અંદરથી ટ્રેડિશનલ અને બહારથી મોડર્ન હોય. જયા બિલકુલ એવા જ હતા. આના ઘણા સમય બાદ ઋષિકેશ મુખર્જી ફિલ્મ ગુડ્ડીની સ્ક્રિપ્ટ લઈને અમિતાભ પાસે આવ્યા. આ ફિલ્મમાં અમિતાભ સાથે જયાને કાસ્ટ કરવામાં આવ્યા. અમિતાભ જયા સાથે કામ કરવા માટે ખૂબ જ એકસાઇટેડ હતા. જયાએ જણાવ્યું કે આ પહેલી નજરનો પ્રેમ ન હતો. જયાએ જણાવ્યું કે વર્ષ 1970માં તેઓએ અમિતાભને પહેલી વાર પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જોયા હતા.તેઓ ફિલ્મમેકર કે. અબ્બાસ અને તેમના આખા ગ્રુપ સાથે ત્યાં પહોંચ્યા હતા. અમિતાભની પર્શનાલીટી જયાને ઘણી પસંદ આવી હતી. એ સમય દરમ્યાન અમિતાભ સંઘર્ષ કરી રહયા હતા જયારે જયા સ્ટાર બની ચુક્યા હતા. આ પછી બંનેની મુલાકાત ગુડ્ડીના સેટ પર થઇ ત્યારે બંને સારા મિત્રો બની ગયા.

Advertisements

ગુડ્ડી ફિલ્મ પછી બંનેએ ફિલ્મ એક નજરમાં સાથે કામ કર્યું. આ ફિલ્મ સાથે જ બંનેની પ્રેમકથા પણ શરુ થઇ ચુકી હતી. ફિલ્મ ઝંઝીર દરમ્યાન તેમની પ્રેમકથા વધુ મજબૂત બની. વાત એમ થઇ કે એમના એક કોમન મિત્રએ કહ્યું કે જો આ ફિલ્મ હિટ થઇ તો આપણે બંધ સાથે લંડન ફરવા જઈશું.આ વિશે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે જયારે મેં આ વિશે માતા પિતાને જણાવ્યું તો તેમને પૂછ્યું કે મારી સાથે બીજું કોણ-કોણ જાય છે? જયાનું નામ સાંભળતા જ તેઓએ કહ્યું કે લગ્ન કર્યા વિના હું તને કોઈ પણ છોકરી સાથે જવા નહિ દઉં. ત્યારે તેમને જયાને પ્રપોઝ કરવાનું વિચાર્યું અને જયારે પણ ઝડપથી હા પડી દીધી હતી.

Advertisements

બંને પરિવારને પણ આ સંબંધ મંજૂર હતો. એટલે બંને 3 જૂન 1973ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. અમિતાભ બચ્ચને કહ્યું “પિતાની વાત સાંભળીને મેં કહ્યું ઠીક છે, અમે કાલે જ લગ્ન કરી લઈએ છીએ. અમે બધું જ જલ્દીમાં આયોજન કર્યું અને બીજા જ દિવસે લગ્ન કરીને પછી લંડન જવા માટે નીકળી ગયા.’ આ લગ્નમાં અમિતાભ અને જયાના કેટલાક જ સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા. ખૂબ જ સાદગીપૂર્વક તેમના લગ્ન થયા હતા.અમિતાભ બચ્ચન અને જયાની જોડીએ ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ છેલ્લા ઘણા સમયથી જયા ફિલ્મોથી દૂર છે. છેલ્લે વર્ષ 2001માં ફિલ્મ કભી ખુશી કભી ગમમાં બંને સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના ચાહકોને તેમને ફિલ્મોમાં એકસાથે જોવાની તક નથી મળી.

બિગ બીએ તેમની પહેલી ફિલ્મ માટે આપેલા ઑડિશનને ૪૭ વર્ષ થયાં,અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ૧૯૬૯માં આવેલી ‘સાત હિન્દુસ્તાની’ છે અને તેમણે આ ફિલ્મ માટે આપેલા તેમના જીવનના પહેલા ઑડિશનને ૪૭ વર્ષ થયાં છે. ગઈ કાલે તેમણે તેમના બ્લૉગ પર લખ્યું હતું કે ‘૧૫ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ હું ખ્વાજા અહમદ અબ્બાસની ઑફિસમાં ‘સાત હિન્દુસ્તાની’ના ઑડિશન માટે પહેલી વાર ગયો હતો. આ મારી પહેલી ફિલ્મ હતી. આ વાતને ૪૭ વર્ષ થઈ ગયાં છે.’

Advertisements

૧૯૯૦માં રિલીઝ થયેલી તેમની ‘અગ્નિપથ’ને પણ ગઈ કાલે ૨૬ વર્ષ થયાં હતાં. આ ફિલ્મનું નામ બિગ બીના પપ્પા કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા પરથી લેવામાં આવ્યું હતું, જે કવિતા ફિલ્મની શરૂઆતમાં સાંભળવા મળે છે.હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી, એસપી સાંસદ અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન આજે 73 વર્ષની થઈ ગઈ છે. 1948 ના આ દિવસે જયા બચ્ચનનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. જયા બચ્ચને બોલિવૂડની ઘણી વિચિત્ર અને યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

જયા બચ્ચનને બોલિવૂડના પસંદગીના કલાકારોમાં શામેલ કરવામાં આવી છે જેમની રાજકીય કારકીર્દિ પણ બોલિવૂડની સાથે સફળ રહી છે. એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત, વિશ્વ તેમને એક સફળ રાજકારણી તરીકે પણ જોઇ ચૂક્યું છે. જ્યારે જયા બચ્ચન તેની ફિલ્મી કરિયરની ટોચ પર હતી, ત્યારે તેણે સદીના મહાન નાયક અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના લગ્ન એક શરત પર થયા હતા. ચાલો આજે તમને જયા બચ્ચનના જન્મદિવસના વિશેષ પ્રસંગે જયા અને અમિતાભના લગ્ન સંબંધિત એક ખાસ વાર્તા જણાવીએ.

Advertisements

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંનેએ હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. અમિતાભ બચ્ચને કહ્યું છે કે આખી દુનિયાએ તેમના નામ અને કામને વખાણ્યા હતા. તે જ સમયે, જયા બચ્ચને પણ અમિતાભ પર પોતાનો દિલ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અમિતાભ અને જયા પ્રથમ વખત ગુડ્ડી ફિલ્મના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી અને બંનેનો પ્રેમ સંબંધ શરૂ થયો હતો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *