નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ફળના સેવનથી આપણને ઘણા પોષક તત્વો, આયરન, મિનરલ મળે છે. ફળ વિટામીનોનો સારો સ્ત્રોત હોય છે. જેનાથી આપણી રોગપ્રતિરોધક શક્તિ મજબૂત થાય છે. આજે અમે તમને કીવી ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સૌથી તાકાતવર ફળ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એ ફળ વિશે. કીવી એ ચીકુ જેવું દેખાતું સૌથી તાકાતવર ફળ છે અને તે સ્વાદિષ્ટ તો છે જ, પણ એની સાથે સાથે તે સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર પણ છે. અને ડોક્ટર પણ દર્દીને મોટાભાગના કેસમાં કીવી ખાવાની સલાહ આપે છે. પણ ઘણા બધા લોકોમાં કીવીને કઈ ખાવી જોઈએ એ બાબતે મૂંઝવણ જોવા મળે છે.દુનિયાના સૌથી તાકાતવર ફળનું નામ કીવી છે. કીવી જોવામાં થોડું ભૂરું, લંબગોળ, અને દેખાવે ચીકુ જેવું ફળ હોય છે. એમાં વિટામીન સી ભરપૂર માત્રામાં મળી આવે છે. એક ફળનું વજન ૪૦ થી ૫૦ ગ્રામ સુધીનું હોય છે.

Advertisements

કીવીની છાલ પર આછા આછા રેસા હોય છે, પરંતુ ચીકુની છાલ પર રેસા હોતા નથી, એના કારણે લોકોને થોડી મુંઝવણ રહે છે કે કીવીને છાલ સાથે ખાવી જોઈએ કે છાલ વગર ખાવી જોઈએ. સ્વાસ્થ્યની બાબતમાં તો એની છાલ ખુબ જ પૌષ્ટિક હોય છે.કીવીની છાલમાં એસિડ હોય છે, જેનો ટેસ્ટ જીભમાં ખરાબ લાગે છે, પરંતુ જે એને છાલ સાથે ખાય છે, તેના માટે તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એટલે કે કીવીને છાલ સાથે ખાવાની રીત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અમે તમને જણાવી એવી રીતે કીવી નું સેવન કરવું. તો ચાલો જાણી લઈએ, કીવી ખાવાના ફાયદા વિશે..

અમે તમને જણાવી દઈએ કે, કીવીનું સેવન કરવાથી તે આપણા આંતરડાની સારી રીતે સફાઈ કરે છે, એમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાને નષ્ટ કરે છે, અને આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે તેમજ કીવીમાં વિટામિન ઈ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે આપણી ત્વચા માટે ઘણા કાયદાકારક સાબિત થાય છે.એનાથી ત્વચામાં કોમળતા બની રહે છે અને અને ત્વચાનો ગ્લો પણ વધે છે. કીવી એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે અને બહારી સંક્રમથી બચાવે છે. રાતે ઊંઘ ન આવતી હોય તો તેવામાં કીવી રાહત અપાવે છે. તેમાં સેરોટોનિન હોય છે,જે ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે.

Advertisements

હૃદય સાથે જોડાયેલી બિમારીઓ માટે કીવી ફાયદાકારક હોય છે. તે શરીરમં બૈડ કોલેસ્ટ્રોલને ઓછું કરી, ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે. કીવી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. તે શરીરમાં રહેલા ખરાબ(બેડ) કોલેસ્ટ્રોલ દૂર કરે છે. સતત 8 થી 10 અઠવાડિયા સુધી કીવીનું સેવન કરવાથી વધેલા ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં આવી જાય છે. અમે તમને જણાવી દઈએ કે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે કીવીનું સેવન કરવું જોઈએ. એનાથી બ્લડ પ્રેશર અને બ્લડ સરક્યુલેશન બંને નિયંત્રણમાં રહે છે.કીવીમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે. માટે શરીરમાં આયરનની અછતને દૂર કરવા માટે રોજ કીવીનું સેવન કરવું જોઈએ.

તે ઉપરાંત બગડેલા પાચનતંત્રને સુધારવા માટે પણ કીવીનું સેવન કરવું જોઈએ. કીવીમાં એક્ટિનિડિન ઈન્ઝાઇમ મળી આવે છે જે પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે. કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. આવા કિસ્સામાં જો તમને સંધિવાની ફરિયાદ હોય તો કિવિનું નિયમિતપણે સેવન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.આ ઉપરાંત, તે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. કિવિમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. નિયમિત વપરાશથી કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત, કિવિમાં રહેલા ફાઈબરની હાજરીને કારણે પાચનક્રિયા પણ સારી રહે છે.

Advertisements

કોઈ વ્યક્તિ ને હમેશા પેટ ખરાબ રહતું હોઈ કે પછી કોઈ વ્યક્તિ ને કબજિયાત ની સમસ્યા હોઈ તો આવી સમસ્યા વાળા લોકો ને કીવી અવશ્ય ખાવું જોઈએ. કીવી માં ભરપુર માત્ર માં ફાયબર મળે છે. આ ફળ પેટ ને લગતી બધીજ સમસ્યા માટે લાભદાયક હોય છે . જો કોઈને પેટ માં દુખાવો કે કબજિયાત ની સમસ્યા કે પછી અન્ય કોઈ પણ પરેશાની હોય તો તેને કીવી નો ઉપયોગ કરવો ખૂબજ જરૂરી છે.

Advertisements

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે. કીવી ફળ ખાવાથી લોહીમાંથી ઓછા થતી લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે. તેથી ડોક્ટર લોહીની પ્લેટ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં 2 કીવી ફળ ખાવાની સલાહ આપે છે. ડેંગ્યું અને ચીકનગુનિયા થાય તો કીવી ફળ ખાવાથી બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કીવી ફળ ફોલિક એસીડ થી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખાસ કરીને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ૪૦૦ થી 600 માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કીવી ફળ ખાવાથી સરળતાથી પૂરી પડી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.

કીવી ફળ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો થઇ જાય છે. કીવીમાં વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટ મળી આવે છે જે આંખોની રોશની પણ વધારવામાં મદદ કરે છે અને આંખોને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવે છે. કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ માં આ ફળ જરૂર ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, દસ્ત અને પેટને લગતી બીજી બીમારીઓને દુર કરી શકાય છે. કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ નથી વધતું. તેથી કીવી નું સેવન કરવાથી હ્રદય ના રોગ અને મધુમેહ માં ફાયદો થાય છે. કીવી એક શક્તિશાળી ઇન્ફલેમેટરી છે તેથી જો આર્થરાઈટીસ ની તકલીફ હોય તો કીવી ખૂબ જ ફાયદાકારક છે. કીવી ફળ ખાવાથી સાંધાના સોજામાં રાહત મળે છે અને તે ઓછા થઇ જાય છે. તેમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમાં મળી આવે છે જેના લીધે શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધી નથી શકતું. તેથી કીવી ખાઈને મોટાપો પણ ઓછો કરી શકાય છે.

Advertisements

કીવી ખાવાથી ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે, પણ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારી પણ શકાય છે. જે લોકોને હ્રદયને લગતી બીમારીઓ છે, તેમણે નિયમિત રીતે કીવી ખાવા જોઈએ. કીવીમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સ ને તે ડેમેઝ થવાથી બચાવે છે. જેના લીધે સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કીવી ફળ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.

Advertisements

કીવી નું ફળ શરીર માં પાચનતંત્ર ની શક્તિ વધારે છે. આ ફળ માં એક્ટીનીડેન નામનું તત્વ હોઈ છે ,જે જમવાનું જલ્દી પચાવવા માં મદદ કરે છે . જો જમવાનું સરખી રીતે અને યોગ્ય સમયે પચવા લાગે તો પાચનતંત્ર પણ સરખું થઇ જાય છે .નીંદર નથી આવતી કે તેના જેવી કોઈ પણ સમસ્યા થી પરેશાન હોઈ તો આ ફળ નું સેવન જરૂર કરવું જોઈએ. જો રાત્રે સુતા પેહલા ૨ કીવી ખાવા માં આવે તો ખુબજ સરસ નીંદર આવી જે છે . કીવી નું ફળ આખો માટે પણ ખુબજ લાભદાયી હોઈ છે. કીવી ખાવા થી આખો ની સમસ્યા દુર થઇ જાય છે. કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી6, બી12 અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શીરીરને દરેક પ્રકારની તકલીફમાંથી બચાવવામાં મદદ કરે છે, તેથી કીવી ફળ ખાઈને દાંતની તકલીફ, લોહી સર્ક્યુલેશન અને ચિંતા જેવી ગંભીર તકલીફો થી રાહત મેળવી શકો છો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *