નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો, આપણા દેશમા ઘણા એવા પ્રાચીન અને ચમત્કારી મંદિરો આવેલા છે, જ્યા ઈશ્વર પર અતુટ શ્રદ્ધા રાખવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ દેવસ્થળના દર્શન કરવા માટે લોકો દુર-દુરથી ઉમટી પડતા હોય છે. આજે આવા જ એક ચમત્કારિક દેવસ્થળ વિશે વાત કરીશુ. હાલ થોડા સમય પહેલા મહિસાગર જિલ્લાના પલ્લા ગામમા એક અજીબોગરીબ ઘટના ઘટી હતી. લુણાવાડાના પાલ્લા ગામ પાસે આવેલા ખોડીયાર મંદિરમા મગરના દર્શન થતા લોકોનુ ટોળુ અહી દર્શન માટે ઉમટી પડ્યુ હતુ.

અહી બનાવ કઈક એવો બન્યો હતો કે, ગામમા આવેલા આ ખોડિયાર માતાના મંદિરમા લૂંટફાટનો એક બનાવ બન્યો હતો. અહી લૂંટ થયાનો બનાવ બન્યા બાદ એક મગર ત્રાટકી હતી અને આપણે સૌ જાણીએ જ છીએ કે, મગર એ માતાનુ વાહન છે. તેને જોઇને ગામના લોકો એવુ અનુમાન લગાવી રહ્યા છે કે, અહી સાક્ષાત માતા એ દિવ્ય દર્શન આપ્યા છે એટલે તે લોકો તેના પર કંકુ ઉડાડવા લાગ્યા. જો કે, આ અંગે વન વિભાગને માહિતી મળતા તુરંત જ તે મગરને પકડવા માટે પહોચી ગયા હતા.

Advertisements

વન વિભાગ દ્વારા મગર પકડવાની આ કામગીરીમા ગામના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. મંદિરની પાસે તળાવ આવેલું હોવાથી મગર તેમાંથી આવ્યો હોવાની આશંકા હતી. શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ છાંટીને આ બનાવને ચમત્કારિક ગણાવ્યો હતો. ઘણા લોકો એવી ચર્ચા કરતા હતા કે, માતાજી એ મંદિરની રક્ષા કરવા મગરને મોકલ્યો છે.

મંદિરમાં આવેલા આ મગરને માતાજીએ મોકલ્યો હોવાનુ માનીને આ સમગ્ર બનાવને ચમત્કાર ગણીને લોકોએ મગર પર કંકુ છાંટ્યું હતું અને અનેક લોકોએ મગરના દર્શન કર્યાનો લાભ લીધો હતો. વનવિભાગ જણાવે છે કે, મગર એ માતાજીના વાહન તરીકે પૂજાતુ હોવાથી ગામના લોકો દ્વારા આ મગરને પકડવા માટે ઇન્કાર કરી દીધો હતો. વન વિભાગ દ્વારા ગામના લોકોને ઘણા સમજાવ્યા બાદ આ મગરને પકડવામાં આવ્યો હતો.

Advertisements

મહિસાગરના ડેપ્યુટી કનર્ઝવેટર ઑફ ફોરેસ્ટ આર.એમ. પરમારે જણાવ્યુ હતુ કે, અહી ગામના લોકો એકત્રિત થઇ જતા મગર પકડવામા થોડી પરેશાની થઇ હતી. પરમારે પી.ટી.આઈ. ને જણાવ્યુ તે મુજબ મગર એ ભોજનની શોધમા ૪-૫ કિલોમીટર સુધી જઈ શકે છે. મહિસાગર નદીમા આ પ્રકારના મગર જોવા મળે છે. મંદિરમા પ્રવેશેલો મગર માત્ર ૪ વર્ષનો જ હતો. આ મગરને પકડીને નદીમાં છોડી દેવામાં આવ્યો હતો. જોકે મંદિરમાંથી દાનપેટી કોણ અને કઈ રીતે ચોરી ગયુ એ મામલે હજી સુધી કોઈ માહિતી મળી નથી તમને જણાવી દઈએ કે,ગુજરાતમાં ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જે બધા જ સૌરાષ્ટ્રમાં આવેલા છે. ધરી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ. ધારીથી માત્ર 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ મંદિર પૌરાણિક મંદિરોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 9મીથી 11મી સદી દરમિયાન થયું હતું. હાલના આ મંદિરમાં ભક્તોને રહેવા-જમવા માટેની વ્યવસ્થા પણ છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

શેત્રુંજી નદીની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. તેની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. માતાજી જ્યાં બિરાજમાન છે તે સ્થાનની ચારેય તરફ મોટા મોટા ડુંગરા કોતરો અને ઝરણા વહે છે. માતાજીને રવિવારે આ ધરાના પાણીથી સ્નાન કરાવીને શણગાર કરવામાં આવે છે.

Advertisements

લોકવાયકાઓ અનુસાર, એ સમયમાં અહીં રાક્ષસો વસવાટ કરતા હતા, જેનો સંહાર ખોડિયાર માતાજી અને તેમની બહેનોએ ખાંડણીમાં ખાંડીને કર્યો હતો. આ પછી માતાજીએ પોત મનુષ્ય દેહને ધરામાં ગાળી દીધો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થાનને ગળધરા કહેવામાં આવ્યું. કહેવાય છે કે કેટલાય સંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન આપ્યા છે.

આ મંદિરનો ઇતિહાસ લગભગ 1600 વર્ષ જૂનો માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોનલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબજ શ્રધ્ધા હતી અને કહેવાય છે કે, ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજી ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા હતા.

Advertisements

રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે, જયારે રા’નવઘણ તેની માનેલી બહેન જાસલ (જાહલ) ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે. આ ખોડિયાર માતાનું પ્રથમ સ્થાનક માનવામાં આવે છે.

આ મંદિર માતાજીના ભક્તોને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 7:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે. નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શને આવે છે. સામાન્ય રીતે અહીં દિવસમાં બે વાર આરતી થાય છે એક મંગલા આરતી સવારે 5:30 વાગે અને બીજી આરતી સાંજે 7:30 વાગે. પણ નવરાત્રી દરમ્યાન અહીં ત્રણ વાર આરતી થાય છે, ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.

Advertisements

અહીં આવેલો ધરો અહીંનું મુખ્ય આકર્ષણ છે. ચોમાસામાં અહીંનું દ્રશ્ય માણવા લાયક હોય છે. ખોડિયાર માતાજીના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ધારીથી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી અહીં પહોંચી શકાય છે. અહીં જવા માટે લોકો ખાનગી વાહનોનો વધારે પ્રાધાન્ય આપે છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *