નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈ હસતો રમતો પરિવાર પાંચ મીનિટના સમયમાં વિખેરાય જાય તો કેવું લાગે. આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક માલધારી પરિવાર સાથે કરૂણ ઘટના બની છે. જેમાં પિતાનો પગ લપસી પડતાં તળાવમાં પડ્યા, બચાવવા ગયેલા 2 પુત્રો સાથે ત્રણેયનું મૃત્યુ થયું. ચાલો આ ઘટના વિસ્તારથી જાણીએ.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.જયારે ઘણા એવા પણ વિસ્તારો રહેલા છે જ્યાં સારો એવો વરસાદ પડી ગયો છે.તમને જણાવી દઈએ કે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડવાને કારણે નદી અને તળાવ પણ છલકાઈ ગયા છે,જયારે પૂરની સ્થિતિ થઇ હોય તેવા ઘણા દ્રશ્યો પણ સામે આવી ગયા છે.તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ઘણા લોકો અનેક મુશ્કેલીમાં પણ મુકાઇ ગયા હોય તેવા ઘણા કિસ્સાઓ પણ સામે આવતા થઇ ગયા છે.

આવી જ રીતે જો ગીર સોમનાથની વાત કરવામાં આવે તો અહી પણ સારો વરસાદ રહ્યો છે,જયારે જળાશયો પણ ભરાઈ ગયા છે,પરંતુ આજે અહીના એક વિસ્તારમાંથી એક માલધારી પરિવાર સાથે કરૂણ ઘટના બની હોય તેવું પણ સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના એક વિસ્તારમાં આવેલ તળાવમાં માલધારી પરિવારના પિતા તથા તેમના બે પુત્રો ડુબી જવાથી મોતને ભેટ્યા છે.હાલમાં તો આ સમગ્ર ઘટનાને કારણે તે વિસ્તારમાં શોકનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.

Advertisements

આટલું જ નહિ પરંતુ આ સમગ્ર બનાવ અંગે ચર્ચાઓ પણ થતી સામે આવી છે.એવું કહેવામાં આવે છે કે અહીના વિસ્તારમાં આવેલ તળાવ પાસે માલધારી પરિવાર ઘેટા ચરાવી રહ્યા હતા,પરંતુ તે દરમિયાન અચનાક પિતા ત્યાના તળાવ પાસે ગયા હતા,જેથી વરસાદના કારણ કે પગ લપસિ ગયો હતો.જેથી તે તળાવમાં પડી ગયા હતા.એવું પણ કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં ત્યાં હાજર તેમના બંન્ને પુત્રો પોતાના પિતાનો જીવ બચાવવા તળાવમાં છલાંગ લગાવી બેઠા હતા.પરંતુ તળાવમાં વધારે પાણી હોવાથી પિતાને બચાવવા તળાવમાં ઉતરેલા બંન્ને પુત્રો પણ પ્રાંત ફર્યા ન હોવાનું સામે આવ્યું હતું.

Advertisements

એટલે કે પિતાનો જીવ બચવા ગયેલા બંને પુત્રોનો પણ જીવ ગયો હતો.તમને જણાવી દઈએ કે આ પાણીથી ભરેલા તળાવે એક સાથે ત્રણ લોકોના જીવ લીધા હતા.આખરે આ સમગ્ર ઘટના અંગે ફાયર ફાઇટરના જવાનોને જાણ કરવામાં આવી હતી.ઘણી મહેનત પછી પિતા અને પુત્રોના મૃતદેહો શોધીને બહાર લાવવામાં આવ્યા હતા.જયારે પરિવારમાં આ ઘટના અંગે જાણ થતા અચનાક શોકનો માહોલ છવાઇ ગયો હતો.જયારે તે વિસ્તારોમાં દૂર દૂર સુધી આ ઘટનાના સમાચારો ફેલાઈ ગયા હતા.

Advertisements

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *