નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કુદરતને પણ શું કહેવુ? મહામારીએ કેટલાય બાળકોને અનાથ બનાવ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને એમ થાય કે આ પરિસ્થિતિને શું કહેવુ? કોને દોષ દેવો? કોનો વાંક ગણવો? એક આશાસ્પદ યુવતી માતા બનવાની હોય અને ડિલિવરી સમયે જ કોરોનાગ્રસ્ત આવે. મા જંગ લડે અને જેવો પુત્રનો જન્મ થાય ત્યારે તેનો રડવાનો અવાજ સાંભળી આંખો મીંચી દે. હા આ કોઈ ફિલ્મની પટકથા નથી પણ એક કોડભરી કન્યા સાથે આ ઘટ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થઈ હતી. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને સરોજકુંવરને ધારપુર સિવિલ ખસેડાઈ હતી. જ્યાં સરોજે બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા. સરોજકુંવરનો મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો પણ પુત્ર? પુત્રનું શું?

Advertisements

પુત્રને બેબીકેરમાં રખાયો.તાજા જન્મેલા બાળકે માની છત્રછાયા ગુમાવી છે ત્યારે ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. તબીબીનું કહેવું છે કે, સરોજકુંવરનું સિઝેરિયન કરાયું હતું. હાલ બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આર ટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે. આવોજ એક બીજો કિસ્સો સામાન્ય રીતે અધૂરા માસમાં જન્મેલા બાળકનો વિકાસ ઓછો થવાથી ઘણી વખત બાળક મોતને ભેટે છે.પરંતુ હાલની મેડિકલ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજી અને ડોક્ટરના અથાક પ્રયાસો થી બાળકોનું મૃત્યુ દર ઘટી રહ્યું છે સુરતમાં છ માસે જન્મેલું બાળક સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યું હતું.અધૂરા માસે જન્મેલા બાળકો 10 પૈકી બે જ બાળકો જીવિત રહી શકે છે તેવા સંજોગોમાં સુરતની કિરણ હોસ્પિટલમાં 29 માર્ચના દિવસે માતાએ છ માસના બાળકને જન્મ આપ્યો હતો.બાળક છ માસે જ જન્મ્યું હોવાથી તેના ફેફસાનો યોગ્ય રીતે વિકાસ થયો ન હતો ડોક્ટરોએ તેના ફેફસાના વિકાસ માટે સારવાર આપવાની શરૂ કરી હતી.

નવજાતનું વજન વધ્યું.નવજાત બાળકનું વજન માત્ર 690 ગ્રામ હતું. તેના કારણે સ્વાભાવિક રીતે જ ડોક્ટરો અને સારવાર કરવામાં ખૂબ મુશ્કેલી થઈ હતી. ડોક્ટર દ્વારા બાળકને ફેફસામાં દવા આપવામાં આવી હતી. ટ્યૂબ દ્વારા માતાનું ધાવણ પહોંચાડવામાં આવ્યું હતું. જેને કારણે બાળકનો ધીરે-ધીરે વિકાસ શરૂ થયો હતો. બાળકનું વજન 860 ગ્રામ થતાં બાળકને 21 દિવસ બાદ હોસ્પિટલ ડિસ્ચાર્જ કરાયું હતું. માતાને પણ તાલિમ અપાઈ.બાળકને સાથે સાથે માતાને સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેથી બાળકને ડિસ્ચાર્જ કર્યા પછી બાળકની ક્યા પ્રકારની કાળજી રાખવાની છે. તે સાત દિવસ દરમિયાન હોસ્પિટલમાં શીખવવામાં આવ્યો હતું કે, બાળક માતાને કાંગારૂ પદ્ધતિથી બાળકના વિકાસ કરવાની પૂરી ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાળકને કેટલા સમયમાં કેટલું ધાવણ આપવુ.કેટલીક દવાઓ આપવી અને દર 3થી 4 દિવસે એક વખત હોસ્પિટલમાં લાવીને તેની તપાસ કરાવવા માટેની માહિતી આપી હતી.

Advertisements

બાળકનો વિકાસ સારો થયો.બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પવન કહ્યું કે, અધૂરા માસે જન્મેલા બાળકોને સારવાર આપવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. કારણ કે ગર્ભમાં જ વિકાસ થવો જોઇએ તે થયો હતો નથી. માતાના ગર્ભમાં અંતિમ ત્રણ મહિનામાં બાળકનો ખૂબ જ સારી રીતે વિકાસ થતો હોય છે.અમારી પાસે જ્યારે આ બાળક આવ્યું ત્યારે તેના અંગોનો સંપૂર્ણ રીતે વિકાસ થયો ન હતો. પરંતુ અમારા ડોક્ટરોની ટીમ અને સ્ટાફ દ્વારા આપવામાં આવેલી સારવારથી આખરે બાળકને ખૂબ જ સારો વિકાસ થયો અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

Advertisements

માતા-પિતાની આંખો છલકાઈ.માતા-પિતાએ પોતાના બાળકને જાણે ડોક્ટરો દ્વારા નવજીવન આપવામાં આવ્યું હોય તેમ તેમની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ હતી હોસ્પિટલના તમામ સ્ટાફ સભ્યોનો તેમણે આભાર માન્યો હતો અને ડોક્ટરો દ્વારા જેટલા સૂચનો તેમને કરવામાં આવ્યા છે. તે તમામનું તેઓ કાળજીપૂર્વક ધ્યાન રાખીને અમલ કરવાની ખાતરી આપી હતી. માતાએ જણાવ્યુ કે, અધૂરા માસે જન્મેલા બાળકોને પણ ડોક્ટરો નવું જીવન આપી શકે છે અને માટે જ ડૉક્ટરોને ભગવાન માનવામાં આવે છે. આવો જ એક બીજો કિસ્સો, માર્ચ 2020માં 108 એમ્બ્યુલન્સની મહિલા ઇએમટી દિક્ષિતા વાઘાણીને પાંચ માસનો ગર્ભ હોવા છતાં ફરજ પર ખડેપગે રહી હતી. હાલ ઘરેે સાત માસનું બાળક હોવા છતાં સેવામાં જોડાયેલી છે. પુણા રહેતી 25 વર્ષીય દિક્ષિતા વાઘાણી 108માં ઇએમટી છે. સાત મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. દિક્ષિતાના પતિ રમેશ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં કામ કરે છે. દક્ષને સાચવવા માતા દિવસે નોકરી કરે છે તો પિતા રાતની ફરજ પર જાય છે. દિવસે દક્ષને ભૂખ લાગે ત્યારે દિક્ષિતાની જ્યા ફરજ હોય ત્યાં પતિ લઇ જાય છે.

સંપૂર્ણ સેનેટાઇઝ થયા બાદ બાળકને હાથમાં લઉં છું દિક્ષિતા વાઘાણીએ જણાવ્યું હતું કે, બીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઇ રહ્યાં છે, ત્યારે મને દક્ષની પણ ચિંતા થાય છે. જેથી હું સંપૂર્ણ સેનેટાઇઝ થયા બાદ મારા બાળકને રમાડતી કે ખવડાવતી હોઉં છું. હાલની આવી કોરોનાની સ્થિતિમાં દેશની સેવામાં હું નહીં જોડાઇશ તો કોણ જોડાશે? જેથી આજે પણ હું રોજ ફરજ પર હાજર રહું છું. મારા બાળકની જેમ જ શહેરના તમામ બાળકોને સ્વસ્થ જોવા છે.મારા બાળકની જેમ જ શહેરના તમામ બાળકોને સ્વસ્થ જોવા માંગુ છું. આજે મારા શહેરને મારી ખુબ જ જરૂર છે. કોરોના ચાલ્યો જશે પણ મારા શહેરીજનો જતાં રહેશે તે પાછા આવશે નહીં. કોરોનાના આવા કપરા સમયમાં મેં રજા લીધી નથી. લોકોને વિનંતી છે કે તેઓ માસ્ક પહેરે અને સુરક્ષિત રહે. મારા બાળકની જેમ જ શહેરના તમામ બાળકોને સ્વસ્થ જોવા માંગુ છું. આજે મારા શહેરને મારી ખુબ જ જરૂર છે. કોરોના ચાલ્યો જશે પણ મારા શહેરીજનો જતાં રહેશે તે પાછા આવશે નહીં. કોરોનાના આવા કપરા સમયમાં મેં રજા લીધી નથી. લોકોને વિનંતી છે કે તેઓ માસ્ક પહેરે અને સુરક્ષિત રહે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *