નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અભિષેક બચ્ચની ફિલ્મ The Big Bull ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ 1992ના શેરબજારના ગોટાળા પર બની છે. આગોળાએ આખા દેશને હલાવીને રાખી દીધો હતો. ડાયરેક્ટર કૂકી ગુલાટીની આ ફિલ્મમાં અભિષેકના સિવાય સોહમ શાહ, ઈલિયાના ડિક્રૂઝ, નિકિતા દત્તા, રામ કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને અજય દેવગણ અને આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સ્ટોક માર્કેટના બેતાજ બાદશાહ હર્ષદ મહેતા પર આધારિત છે. તેઓએ 1980-90ના દશકમાં સ્ટોક માર્કટની દશા પૂરી રીતે બદલી દીધી હતી. આ પછી કરોડોના ગોટાળા માટે તેમને જેલની સજા થઈ હતી. હર્ષદે દેશમાં 4000 કરોડનો ગોટાળો કર્યો હતો. તો જાણો હર્ષદ મહેતાને વિશે.

Advertisements

હર્ષદ મહેતા 1980-90ના દશકમાં સ્ટોક માર્કેના ગોડ ફાધર માનવામાં આવતા હતા. શેર હોલ્ડર તેમને પોતાની કિસ્મતની ચાવી પણ સમજવા લાગ્યા હતા અને તેઓ જે શેર પર હાથ રાખતા તેનો ભાવ આસમાને પહોંચી જતો હતો. તેમનો જન્મ 29 જુલાઈ 1954ના પનેલ મોટી રાજકોટ ગુજરાતમાં એક નાના પરિવારમાં થયો હતો. મુંબીના કાંદિવલીમાં ગુજરાન કરતા અને મુંબઈના હોલી ક્રોસ બેરોન બજાર સેકન્ડરી સ્કૂલથી અભ્યાસ કર્યો હતો. 12મું ધોરણ પાસ કર્યા બાદ તેઓએ લાજપત રાય કોલેજથી બીકોમનો અભ્યાસ કર્યો હતો. તેઓએ ગ્રેજ્યુએટ થયા બાદ 8 વર્ષ સુધી અનેક નાની મોટી નોકરીઓ કરી.

પહેલી નોકરી ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સનના રૂપમાં કરી અને પછી તેમનો ઈન્ટરેસ્ટ શેર માર્કેટમાં વધવા લાગ્યો. નોકરી છોડ્યા બાદ તેઓએ હરિજીવનદાસ નેમીદાસ સિક્યોરિટીઝ નામની બ્રોકેજ ફર્મ જોઈન કરી લીધી અને પ્રસન્ન પરિજીવનદાસને ગુરુ બનાવ્યા, તેમની સાથે કામ કરીને હર્ષદે સ્ટોક માર્કેટના તમામ દાવ પેચ શીખ્યા અને 1984માં પોતાની ગ્રો મોર રીસર્ચ એન્ડ અસેટ મેનેજમેન્ટ નામની કંપની શરૂ કરી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બ્રોકર મેમ્બરશીપ લીધી.

Advertisements

અહીથી શરૂ થઈ હતી હર્ષદ મહેતાની સ્ટોક માર્કેટના બાદશાહની સફર, આગળ જઈને સ્ટોક માર્કેટના અમિતાભ બચ્ચન અને રેજિંગ બુલના નામે પણ તેઓ ઓળખાવવા લાગ્યા હતા. 1990ના દશકમાં હર્ષદની કંપનીમાં મોટા ઇન્વેસ્ટર્સ રૂપિયા લગાવવા લાગ્યા હતા. પણ જે રીતે સ્ટોક માર્કેટમાં તેમનું નામ છવાયું તે એસોસિએટ સીમેન્ટ કંપનીમાં તેમના રૂપિયા લગાવવા ઈચ્છતા હતા. હર્ષદ મહેતાના એસીસીસના રૂપિયા લગાવ્યા બાદ તેની કિસ્મત બદલાઈ ગઈ કેમકે એસીસીનો જે શેર 200 રૂપિયાનો હતો તેની કિંમત એક જ વારમાં 9000ની થઈ હઈ. 1990 સુધી હર્ષદ મહેતાનું નામ રોજ મોટા પેપર્સ, મેગેઝિનના કરવર પર આવવા લાગ્યું. મહેતા 2 બેંકની વચ્ચે દલાલ બનીને 15 દિવસના લોન લઈને બેંકથી રુપિયા લેતા અને સાથે નફો કમાઈને બેંકને રૂપિયા આપતા હતા.

Advertisements

આ વાત ત્યારે સામે આવી જ્યારે શેર માર્કેટમાં ઝડપથી ઘટાડો થવાનું શરૂ થયું, મહેતા એક બેંકથી ફેક બેંક સમાધાન વિવરણ તૈયાર કરાવતા અને પછી તેમને અન્ય બેંકથી સરળતાથી રૂપિયા મળી જતા હતા.આ વાતનો ખુલાસો થયા બાદ દરેક બેંકે તેમના રૂપિયા પાછા માંગવાનું શરૂ કર્યું. ખુલાસો થયા બાદ તેમની ઉપર 72 ક્રિમિનલ ચાર્જ લાગ્યા હતા અને સિવિલ કેસ પણ ફાઈલ થયો હતો. જ્યારે તેમની પર અનેક કેસ ચાલી રહ્યા હતા ત્યારે જ તેમનું નિધન થયું હતું. તમને જણાવી દઈએ કે હર્ષદ મહેતા બેંકિંગ સિસ્ટમ અને તેમના નબળા કર્મચારીઓ પર ખાસ નજર રાખતા અને તેનો ફાયદો લઈને તેઓએ તેમને 4000 કરોડના ગોટાળાને અંજામ આપ્યો હતો. હર્ષદના આ ગોટાળાનો પર્દાફાશ પત્રકાર સુચિતા દલાલે કર્યો હતો. હર્ષદના જીવનનો અંત 31 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો.

1980-90ના દાયકામાં સ્ટોક માર્કેટનો બેતાજ બાદશાહ કહેવાતો હર્ષદ મહેતા ઘણા હજાર કરોડનો ઘોટાળો કરી જશે, એવું કદાચ જ કોઈકે વિચાર્યું હશે. હર્ષદ મહેતા, જેના 4000 કરોડના ઘોટાળાનો 1992માં પર્દાફાશ થયો. હવે જજ્ઞક્ષુ કશદ પર તે જ સ્કેમ સાથે સંકળાયેલી એક વેબ સીરિઝ પણ રીલિઝ થઈ ચુકી છે અને આ સીરિઝના લીડ એક્ટર પ્રતીક ગાંધીની એક્ટિંગના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. આજે અમે તમને વેબ સીરિઝ વિશે નહીં, પરંતુ અસલ જીવનમાં હર્ષદ મહેતાના મોત બાદ તેના પરિવારનું શું થયું તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Advertisements

હર્ષદ મહેતાનું 2001માં પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું, પરંતુ તેના પરિવારે તેના ગયા બાદ એક લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી. 27 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યનલે આખરે ફેબ્રુઆરી 2019માં દિવંગત હર્ષદ મહેતા, તેની પત્ની જ્યોતિ અને ભાઈ અશ્વિન પાસે કરવામાં આવેલી 2014 કરોડની ટેક્સ ડિમાન્ડને રદ્દ કરી દીધી. આ વર્ષે એટલે કે 2019માં હર્ષદ મહેતાની પત્નીએ સ્ટોક બ્રોકર કિશોર જનાની અને ફેડરલ બેંક વિરુદ્ધ એક કેસ જીત્યો. કિશોર, જેના પર હર્ષદનું 1992થી 6 કરોડનું લેણું બાકી હતું, તેને કોર્ટે 18 ટકા વ્યાજ સાથે જ્યોતિને પરત કરવાનો આદેશ આપ્યો છે.

Advertisements

હર્ષદના ભાઈ અશ્વિન મહેતાએ પોતાના 50ના દાયકામાં વકિલાતની ડિગ્રી મેળવી અને હવે મુંબઈ હાઈકોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. તેણે એકલા જ ઘણા કોર્ટ મામલા લડ્યા અને પોતાના ભાઈનું નામ સ્વચ્છ કરવા માટે બેંકોને આશરે 1700 કરોડ રૂપિયાની ચુકવણી કરી. તેઓ હર્ષદની સાથે જ તેની ફર્મમાં સ્ટોક બ્રોકર પણ હતા. હર્ષદ મહેતાના 2001માં મોત બાદ તેની વિરુદ્ધ કેસ પૂરો થઈ ગયો પરંતુ જ્યાં સુધી વિશેષ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને છેતરવાના એક મામલામાં તેને છોડી ના મુક્યો, ત્યાં સુધી અશ્વિન 2018 સુધી કાયદાકીય લડાઈ લડતો રહ્યો. હર્ષદના દીકરા અતુર મહેતા વિશે કોઈ વિશ્વસનીય જાણકારી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, હર્ષદના દીકરા અતુર મહેતાએ 2018માં લોકોનું ધ્યાન પોતાની તરફ ત્યારે ખેંચ્યુ, જ્યારે તેણે બીએસઈ-લિસ્ટેડ ટેક્સટાઈલ કંપની ફેર ડીલ ફિલામેન્ટ્સમાં એક મહત્ત્વપૂર્ણ હિસ્સેદારી ખરીદી હતી. હર્ષદ મહેતાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેની લાઈફના ઘણા પહેલુઓ છે, જેને સમજવા માટે તમારે તેના પર બનેલી વેબ સીરિઝ જોવા ઉપરાંત તેના વિશે વાંચવું પણ પડશે. છતા ઘણા પાસાઓ વણઉકેલાયેલા જ રહેશે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *