નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના બુટલેગરને એક કેસમાં જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ બુટલેગરે લક્ઝુરિયસ કારમાં રેલી કાઢી હતી. તેની આગળ અને પાછળ પણ ગાડીઓનો કાફલો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યોછે.સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રહેતાં બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવવાના કેસમાં જેલમાં બંધ હતો. હાલમાં જ કોર્ટ દ્વારા ઈશ્વરને જામીન આપવામાં આવ્યા હતા. જેલની બહાર આવતાંની સાથે જ પોતાનો રૌફ જમાવવા અને પકડ મજબૂત કરવા માટે તેણે રેલી કાઢીને કારોના કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો.

Advertisements

પોતે લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલતો હતો. અને ગામમાં લોકો પણ તેને જોવા માટે બહાર નીકળી પડ્યા હતા. ઈશ્વરની કારોનો કાફલો પણ લાંબો હતો. અને સાથે સાથે ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવતા હતા. જાણે કે કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યો હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી.મળી રહેલી વિગતો અનુસાર, સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપ સરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાના આરોપ જેના પર છે તેવો કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા એક ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે પર જોરદાર અવાજ સાથે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા મુવીના એ માન્યા… સોંગ પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો સાથે વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.

તેની જેગુઆર કારની આગળ અને પાછળ અન્ય લક્ઝૂરિયસ કારનો કાફલો હતો. કોઈ નેતાની જેમ આગળ પાછળ સ્કોર્પીઓ જેવી ગાડીઓનો કાફલો હતો. બુટલેગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર જોવાઈ રહ્યો છે અને લોકો તંત્રની કામગીરી પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. આ રેલી બુટલેગરે પોતાને ઉપ સરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવી હતી. જોકે હરખ કરતાં આ રેલી વિસ્તારમાં પોતાનો રૌફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો જોયું ને… તેવું બતાવવાનું વધુ હતું.સનરુફમાંથી બહાર આવી આ બુટલેગર લોકોનું નેતાની જેમ અભિવાદન કરતો પણ નજરે પડે છે. સમર્થકો પણ ચીચીયારીઓ પાડીને તેને નાહક હવા આપતા હોય તેવું પણ જોઈ શકાય છે. અહીંના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાંથી નીકળેલી આ રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ છે. બીજી બાજુ મહામારીને ગાઈડલાઈનના પાલનની તો અહીં વાત જ કરાય નહીં તેવી સ્થિતિ જોવા મળી હતી.

Advertisements

આવીજ વડોદરા એક અજીબ ઘટના સામે આવી છે. જ્યા એક આરોપી એ ખૂલેઆમ લોકડાઉન નો ભંગ કર્યો છે.વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જામીન ઉપર બહાર આવેલા હત્યાના આરોપીએ પોતાના વિસ્તારમાં ઓડી કારમાં પોતાના મિત્રો સાથે રેલી કાઢી પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડાવ્યા હતા. જોકે, ક્રાઇમ બ્રાંચે રેલી માટે ઉપયોગમાં લીધેલી કાર કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ લાલ ઓડી કાર ભાજપ યુવા મોર્ચાના કાર્યાલય મંત્રી પ્રિતેષ શાહના નામે રજીસ્ટર્ડ થયેલી છે.

લોકડાઉનમાં લગભગ 60 દિવસો સુધી વાહનો ડિટેઇન કરવાની અને પ્રજાજનોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં કે દંડાવાળી કરવામાં પાવરધી થઈ ગયેલી વડોદરા પોલીસનો ડર જાણે હવે ગુનેગારોને લવલેશ રહ્યો નથી એવી ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર મહમંદ આરીફ શેખે બનાવેલા ટિકટોકનો મામલો હજી તો માંડ શાંત થવા જઇ રહ્યો હતો.

Advertisements

ત્યાં તો હત્યાના ગુનામાં જામીન પર મુક્ત થયેલા સુરજ કહારે વડોદરા પોલીસની આબરૂની જાહેરમાં રેલી કાઢતો વિડિઓ સોશીયલ મીડિયામાં વાઇરલ થતા ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઇ અને સુરજ કહાર સહીત 10 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લાલ ઓડી કાર શોધી જપ્ત કરી લીધી પરંતુ ગુનેગારોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના હાથ ટુંકા પડી રહ્યાં છે.મળતી માહિતી પ્રમાણે, 23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારનો ઓવરટેક કરવા બાબતે કેવલ ઉર્ફ દેવલ જાદવને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહાર (રહે. શીતળા માતાનો ખાંચો, વારસીયા) સહિત 6 હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *