નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિ જાણે છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા સંઘર્સો કરવા પડે છે ત્યારે ઘણા ઓછા લોકો સફળ થઇ શકે છે.આવા જ સંઘર્સો કરીને સફળતા પ્રાપ્ત કરેલા એક દંપતી વિષે જણાવવા જી રહ્યા છીએ.જેમણે શેરડીનો જ્યૂસથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.અને આજે તેમાં ઘણા સફળ પણ થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે આ દંપતી આશરે ઘણા સમયથી પૂણેમાં રહેતા હતા.આશરે 2010 સુધી લગભગ 13 વર્ષ આઇટી ક્ષેત્રે કામ કર્યું છે.તે ઘણીવાર ઓફિસોમાં કામ કરતા તેમના સાથીદારો સાથે ચા અને કોફી માટે બહાર જતા હતા.જ્યાં વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ પણ મળતી હતી.પરંતુ તે ત્યારે વધારે આશ્ચર્યચકિત થયા જયારે તેમણે ત્યાં બ્રાન્ડેડ કોફી શોપ જોઈ હતી.

Advertisements

આની તુલના તેમણે જ્યુસ સાથે કરી.જેમાં કોઈ દિવસ વધારે ભીડ પણ રહેતી નથી.તેમને એમ પણ લાગ્યું કે શેરડીનો રસ દેશના પીણાં પણ આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.આવી સ્થિતિમાં આ મિલિંદ કહે છે કે શેરડીના રસનો ધંધો હજુ પણ અસંગઠિત છે.જેમાં ખાસ કરીને વધારે સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી.જેથી ઘણા લોકો શેરડીનો રસ પીવો પસંદ કરતા નથી. આ દરેક બાબત અંગે તેમને એક વિચાર આવ્યો.46 વર્ષીય મિલિંદ કહે છે કે તેમને 2010 માં શેરડીના રસ વિશે વિચાર આવ્યો હતો,ત્યારબાદ તેણે તેની પત્ની સાથે ચર્ચા શરૂ કરી હતી.થોડા વર્ષો પછી બંનેએ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું અને નોકરી છોડી દીધી.તમને જણાવી દઈએ કે તેણે કેનબોટ નામની કંપની શરૂ કરી જેમાં શેરડીનો રસ વેચવાનું ચાલુ કર્યું હતું.

તે એવું પણ કહે છે કે જયારે પોતે નોકરી કરતા હતા ત્યારે મોટાભાગે સારા શેરડીના જ્યુસ કાઉન્ટરો ન હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ સારું છે.મિલિંદ અને તેની પત્ની બંને વ્યવસાયમાં પ્રવેશવા માટે તૈયાર હતા,પરંતુ તેને માટે જરૂરી અનુભવ હોવો ખુબ જરૂરી હતો.આ પાછી બંનેએ માર્કેટ પર ઘણું સંશોધન કર્યું હતું. જેમાં આખરે પોતે એક નવી ક્રશ મશીન બનાવવાનું નક્કી કર્યું.મિલિંદ કહે છે કે તેમણે શેરડી મશીન સંશોધન નવીન કરવા અને ઉત્પાદનમાં ઘણો સમય પસાર કર્યો,જેના કારણે ઘણા ફાયદા થયા.નવા મશીનમાં વધુ સારી રીતે પિલાણ થઇ શકે છે.એક જ સમયમાં 95 ટકા રસ બહાર નીકળી જાય છે.આટલુજ નહિ પરંતુ મશીન પણ ઘણું નાનું હોય છે.

Advertisements

મિલિંદ એવું પણ કહે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અવાજ પણ આવતો નથી.આ ઉપરાંત મશીનમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દરરોજ કાઢેલા શેરડીના રસની માત્રાની ગણતરી કરી શકે છે.તેણે શેરડીના પિલાણ કરતા પહેલાં તેને છાલવા માટે એક મશીનની શોધ કરી.સામાન્ય રીતે 1500 કિલો શેરડી છાલવા માટે 20 મજૂરો દિવસના આઠ કલાક કામ કરે છે. જયારે એક કલાકમાં મશીનમાંથી 1000 કિલો શેરડી છાલ કરી શકાય છે જેમાં મશીન ચલાવવા માટે આશરે બે જ લોકોની જરૂરપણ પડે છે.જયારે શેરડીના સપ્લાય માટે એક ખેડૂત સાથે વાત કરી હતી.આટલી તૈયારી કર્યા પછી,તેણે 2012 અને પછીના વર્ષે તેની નોકરી છોડી દીધી.આ પાછી પોતે માલિકીની કંપની કેનેક્ટર ફૂડ્સ પ્રા.લિ.ની શરૂઆત કરી.

Advertisements

સમય જતાં તેણે વિવિધ કંપનીઓમાં 12 આઉટલેટ્સ ખોલ્યા જ્યાં તેમણે એક મહિનામાં લગભગ 45 હજાર ગ્લાસ જ્યુસ વેચ્યા હતા.એવું કહેવામાં આવે છે કે દર વર્ષે 2 કરોડ રૂપિયાની આવક ઉભી કરે છે.તેમણે સારો પ્રતિસાદ મળ્યો.જો કે સ્ટાર્ટઅપ આગળ વધવાનું નક્કી કરતાં જ દેશના કોરોના રોગચાળો શરૂ થયો અને થોડા સમયમાં લોકડાઉન પણ થઇ ગયું. આવી સ્થિતિમાં રાતોરાત આઉટલેટ્સ બંધ કરવાની ફરજ પડી.આ સમયે સંકટનો સામનો કરવો પડ્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો શેરડીનો રસ ખૂબ જ ઝડપથી બગડવાની સંભાવના છે. જયારે તેની શેલ્ફ લાઇફ વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ અથવા ખાંડ અથવા કેમિકલના અન્ય પ્રકારોને ટાળી રહ્યા હતા.

Advertisements

વધુમાં તે એવું પણ જણાવે છે કે પ્રેઝર્વેટિવ્સ ઉમેર્યા વિના શેરડીનો રસ બાટલીંગ કરવાનું શક્ય નથી.આને બીજા કુદરતી એજન્ટની જરૂર છે.કેટલાક સંશોધનથી અમને જાણવા મળ્યું કે જો કાચી કેરીનો રસ એટલે કે કેરીનો નીલ શેરડીના રસમાં ભળી જાય તો આ શક્ય થઇ શકે છે.આ પાછી રોગચાળા પડકારોને કારણે તેને આઉટલેટ્સમાં વેચી શક્યા ન હોવાથી,પોતે બાસ્કેટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગયા. 230 મીલી શેરડીની નીલની બોટલ આશરે 70 રૂપિયામાં ઉપલબ્ધ છે,જ્યારે પ્રતિરક્ષા શોટના 30 મિલીના દસ યુનિટ બોક્સની કિંમત 400 રૂપિયા છે.તાજેતરના ત્રિમાસિક ગાળામાં વ્યવસાયમાં સતત વિકાસ થયો છે અને દર મહિને 25-30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.હવે કીર્તિ અને મિલિંદની મહિને લગભગ 7 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

હવે તેમની આ પ્રોડક્ટ પૂણે અને મુંબઇના બજારોમાં પણ વેચાણ થઇ રહ્યું છે.તેમણે કોરોનાને કારણને ઉત્પાદનથી લઈને ઘણા સંઘર્ષ કરવો પડ્યો. હતો.વજનની દ્રષ્ટિએ શેરડી ભારે છે,અને એક મજબૂત સપ્લાય ચેન સ્થાપિત કરવી મુશ્કેલ હતું.વધુ સારા વ્યવસાયિક મોડેલ બનાવવા માટે સંશોધન અને નવીનતાઓ ચાલુ રાખવામાં આઠ વર્ષનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં તમામ નાણાંનું રોકાણ કર્યું હતું.જેમાં આશરે સ્ટાર્ટઅપમાં 1 કરોડનું રોકાણ કર્યું છે.મિલિંદ કહે છે કે કંપની આઉટરીચ વધારવા માટે જ્યૂસ ડિસ્પેન્સિંગ કાઉન્ટર સ્થાપવાનું કામ કરી રહી છે.તે કહે છે,અમે એટીએમ જેવા મશીનો લાવવાની યોજના બનાવી રહ્યા છીએ,જે ગ્રાહકોને રસ પહોંચાડવામાં મદદ કરી શકે.તે હવે શેરડીનો રસ કોફી જેવો પ્રખ્યાત બનાવવા માંગે છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *