નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી અભિનેત્રી દિશા પરમાર 16 જુલાઇએ લગ્ન ના બંધન માં બંધાયા છે. રાહુલ-દિશાના લગ્ન અને લગ્ન પહેલાના સમારોહના વીડિયો સોશિયલ મીડિયા પર વર્ચસ્વ ધરાવતા હતા. દિશા પરમારના ઘર પ્રવેશનો વીડિયો મેહંદી, હલ્દી, સંગીત, લઈને શાદી-મંડપ સુધીના ફોટાઓ ચાહકો સામે આવ્યા છે.બોલિવૂડ સિંગર તથા ‘બિગ બોસ 14’ના પૂર્વ સ્પર્ધક રાહુલ વૈદ્ય તથા દિશા પરમારે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.

સો.મીડિયામાં આ કપલને ઘણી જ શુભેચ્છા મળી રહી છે. હમણાં કિન્નર સમુદાયના લોકોએ પણ રાહુલ તથા દિશાને આશીર્વાદ આપ્યા હતા.રાહુલ વૈદ્ય તથા દિશાને આશીર્વાદ આપવા માટે કિન્નર તેમના ઘરે ગયા હતા. રાહુલ તથા દિશા નાઇટ સૂટમાં હતાં. તેમણે કિન્નરો સાથે ડાન્સ પણ કર્યો હતો. કિન્નરોએ બંનેની આરતી ઉતારી હતી. કિન્નરે રાહુલે એમ પણ કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાય છે. વીડિયોમાં કિન્નર દિશાની નજર ઉતારીને કહે છે કે જેવી વહુ આવી છે, તેવા જ રૂપિયા પણ લઈશું. કિન્નરોએ રાહુલ પાસેથી સવા લાખ રૂપિયા તથા સોનાનું એક ઘરેણું માગ્યું હતું. આ સાથે તેમણે એમ કહ્યું હતું કે તેઓ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીના અનેક કપલ તથા તેના સંતાનોને આશીર્વાદ આપી ચૂક્યા છે. તેઓ કપિલ શર્મા, અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સના ઘરે જઈ આવ્યા છે.

Advertisements

રાહુલ વૈદ્યે હાલમાં કામમાંથી બ્રેક લીધો છે. તે પત્ની દિશા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. 23 જુલાઈના રોજ લગ્નને એક અઠવાડિયું પૂરું થતાં બંનેએ કેક કટિંગ કર્યું હતું. હાલમાં જ બંનેએ અર્જુન બિજલાણી સાથે પાર્ટી કરી હતી.રાહુલ તથા દિશાએ 6 જુલાઈ, 2021ના રોજ લગ્નની તારીખ જાહેર કરી હતી. બંનેએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘પરિવારના આશીર્વાદ સાથે અમે આ ખાસ ક્ષણને તમારી સાથે શૅર કરીને ઘણાં જ ખુશ છીએ. અમારા લગ્ન 16 જુલાઈએ થશે. અમે સાથે આ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે માટે તમારા પ્રેમ ને દુઆઓની જરૂર છે.

Advertisements

સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી એક્ટ્રેસ દિશા પરમાર 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ પરિવારજનો તેમજ મિત્રોની હાજરીમાં સાત ફેરા ફરીને આજીવન એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું છે. રાહુલ અને દિશાના લગ્ન મુંબઈના ગ્રાન્ડ હયાતમાં ધામધૂમથી થયા હતા.રાહુલ અને દિશાની મુલાકાત વર્ષ 2018માં મ્યૂઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થઈ હતી. બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતાં પહેલા રાહુલ વૈદ્ય અને દિશા પરમાર સારા મિત્રો હતા.

Advertisements

પરંતુ બાદમાં બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. રાહુલે નેશનલ ટેલિવિઝન પર દિશાને પ્રપોઝ કર્યું હતું.દિશા અને રાહુલના લગ્નમાં રાખી સાવંત, અનુષ્કા સેન, મીકા સિંહ, શ્વેતા તિવારી, અલી ગોની સહિત તેમના અનેક મિત્રો હાજર રહ્યા હતા અને તેમણે ખુબ મસ્તી કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રાહુલ વૈદ્ય હમણાં જ સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીનું શૂટિંગ સમાપ્ત કરીને કેપટાઉનથી પાછો ફર્યો છે. આ શૉ ટીવી પર ઓન એર થઈ ગયો છે. હવે આ શૉ કોણ જીતશે તે સમય જ જણાવશે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *