નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ૨૩ ડિસેમ્બર ૨૦૧૬ નાં રોજ આમિર ખાનની દંગલ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ચાલી હતી, તેનાથી આમિર ખાને ખૂબ જ સારી એવી કમાણી કરી હતી. આજે આ ફિલ્મને રિલીઝ થયાના ૪ વર્ષથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે. તેવામાં અમે તમને આમીરખાનના એપાર્ટમેન્ટની સુંદર અને અનદેખી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.જણાવી દઈએ કે આમિર ખાન બાન્દ્રાનાં કાર્ટર રોડ પર બનેલ સી-ફેસિંગ વન એપાર્ટમેન્ટના ટોપ ફ્લોર પર વર્ષ ૨૦૧૩ થી રહે છે. આ ઘર ભલે ભાડાનું હતું પરંતુ કોઈ લક્ઝરીમાં જરા પણ ઓછું હતું નહી. અમુક રિપોર્ટ એવો દાવો કરે છે કે આમિરના એપાર્ટમેન્ટનું ભાડું ૧૦ લાખ રૂપિયા પ્રતિ મહિના હતું. ગયા વર્ષે જ આમિરના આ ફ્લેટની લીઝ પૂરી થઈ છે. પહેલા આમિર ખાન તેમને રિન્યુ કરવાના હતાં પરંતુ બાદમાં તેમણે પોતાના જૂના ઘરમાં જ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. તેવામાં તે પોતાના પરિવારની સાથે આ જૂના એપાર્ટમેન્ટમાં જ રહે છે. આમિર ખાનનું જૂનું ઘર પાલી હિલ ના મરીના એપાર્ટમેન્ટમાં સ્થિત છે. તેમણે આ જુના ઘરને પોતાની પસંદગી અનુસાર જ રીનોવેશન કરાવ્યું છે.

Advertisements

 

આમિર ખાને પોતાના બંગલાની ડીઝાઈન નેચર થીમ પર બેસ્ડ રાખી છે. આમિર અને તેમની પત્નિ કિરણ ઘણીવાર સોશિયલ મિડીયા પર પોતાના આ ઘરની ઝલક ફેન્સની સાથે શેર કરતાં રહે છે.આમિર ખાને પોતાના ઘરના પેઇન્ટ માટે હળવા રંગ પસંદ કર્યા છે. ઘરનું ઈન્ટીરીયર અને રંગ તમામ સફેદ અને ગ્રે રંગના છે.આમિર ખાન અને તેમની પત્નિને પ્રકૃતિ સાથે ખૂબ જ પ્રેમ છે. તેથી તેમણે પોતાના ઘરમાં જ વિભિન્ન પ્રકારના ઇન્ટિરિયર પ્લાન્ટ્સ લગાવીને રાખ્યા છે. આમિર ખાનને પુસ્તકો વાંચવા ખૂબ જ પસંદ છે, તેથી તેમણે એક બુક શેલ્ફ પણ બનાવી રાખ્યું છે.આમિર ખાનની પત્નિનું ઘરના રીનોવેશનમાં મોટું યોગદાન રહ્યું છે. તેમણે ઘરનો ખૂણેખૂણો પોતાની દેખરેખમાં અને પોતાની પસંદગીથી સજાવ્યો છે. ફર્નિચરની વાત કરવામાં આવે તો આમિર ખાનના ઘરમાં વુડન ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આમિર પોતાના એપાર્ટમેન્ટને ખૂબ જ પ્રેમ કરે છે. તેમની ઈચ્છા એવી છે કે આ એપાર્ટમેન્ટનું રિનોવેશન કરાવીને તેને બંગલામાં બદલી નાખવામાં આવે. જોકે આવું કરવા માટે તેમની આસપાસના ૨-૪ વધારે મકાનની આવશ્યકતા છે.જોકે આમિરની પાસે મરીના એપાર્ટમેન્ટ વાળા ઘરની સિવાય એક બંગલો હિલ સ્ટેશન પંચગીનીમાં પણ છે. જ્યાં તે ક્યારેક ક્યારેક આવતા જતા રહે છે. તમને લોકોને આમિર ખાનના ઘરની આ તસ્વીરો કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.આમિર નો જન્મ 4 માર્ચ 1965 ના રોજ મુંબઇમાં થયો. તેમના પિતા તાહિર હુસેન ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત નિર્દેશક હતા. આમિર ખાનનો પ્રારંભિક અભ્યાસ સેન્ટ એની હાઇ સ્કૂલમાંથી પૂર્ણ થયો હતો. આમિર ખાને તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ થી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આમિર આજે મોંઘા સ્ટાર્સમાં ગણાય છે. તેઓ ફિલ્મની ફીના બદલે પ્રોફિટ શેરિંગ કરે છે. એક વેબસાઇટ અનુસાર, આમિર ખાનની સંપત્તિ 180 મિલિયન ડોલર છે. ભારતીય ચલણમાં આમિર ખાનની સંપત્તિ લગભગ 1314 કરોડ રૂપિયા છે.

Advertisements

 

આમિર અમેરિકાના બેવરલી હિલ્સમાં 75 કરોડનો બંગલો ધરાવે છે. મુંબઇમાં તેમનું ફ્રિડા એપાર્ટમેન્ટ પાંચ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ છે અને તેની કિંમત 68 કરોડ છે. તે જ સમયે, મહારાષ્ટ્રના પંચગનીમાં એક 15 કરોડનો બંગલો છે, જે 2 એકરમાં ફેલાયેલો છે. તેમની પાસે યુપીમાં 125 વીઘા પૂર્વજોની જમીન પણ છે. એવું કહેવામાં આવે છે કે આમિર ખાનના યુપીમાં 22 મકાનો છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે.આમિર ખાન જેટલો સરળ છે, તેનું ઘર પણ સરળ છે. આમિરનું ઘર એકદમ ક્લાસી અને સિમ્પલ છે. આમિરના ઘરે ઘણી પ્રાચીન અને ઉત્તમ નમૂનાના તસવીરો જોવા મળી રહી છે. આમિર ખાનના ઘરના તમામ ફર્નિચર પણ લાકડાના અને એકદમ સિમ્પલ છે. ફર્નિચર રંગોમાં સિમિટ્રી છે.આમિર ખાનના ઘરે ડ્રેસિંગ માટે મોટો વોક-ઇન કબાટ છે. સંપૂર્ણ કબાટ લાકડાના છે. આ સાથે એક હાઇ-ડ્રેસિંગ ટેબલ પણ છે, જેના પર કિરણની બ્યુટી પ્રોડક્ટ્સ જોવા મળી રહે છે.

Advertisements

આમિરના પંચકુલાના મકાનમાં એક ગેલેરી પણ છે, જ્યાં તમને એક ખાટલો દેખાશે. આ જગ્યામાં, તેઓ તેમના બાળકો સાથે આનંદ માણે છેઘરનો અભ્યાસ વિસ્તાર એકદમ રંગીન છે. દીવાલ પર ઘણાં પુસ્તકો છે.આમિર ખાનના ઘરે એક બીજી અંગત જગ્યા પણ છે, જ્યાં આમિર અને કિરણ સારો સમય વિતાવે છે. આમિર ખાનનો ડાઇનિંગ હોલ પણ આખા ઘરની જેમ સફેદ રંગમાં રંગાયો છે. આમિરે તેના ઘરમાં ઓછામાં ઓછા રંગોનો ઉપયોગ કર્યો છે.આમિર ખાને તેમની કારકીર્દિની શરૂઆત 1973 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યાદોં કી બારાત’ થી કરી હતી. આ પછી, તે ફિલ્મ મદહોશ અને હોલીમાં દેખાયા હતા. પરંતુ સાચુ માનીએ તો આમિર ખાનને મોટુ લોન્ચિંગ 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ ક્યામાત સે કયામત તક દ્વારા મળી. આ ફિલ્મમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતા અને જૂહી ચાવલા એ ફિમેલ લીડ રોલ પ્લે કર્યો હતો.

Advertisements

 

વિલિયમ શેક્સપીયરના રોમિયો જુલિયટથી પ્રેરિત આ ફિલ્મને હિટ બનાવવા માટે આમિર ખાને શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. તે પ્રયાસો પણ સફળ રહ્યા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આમિર ખાન તેના સહ-અભિનેતા રાજ ઝુત્શી સાથે સડકોમાં ફરતા હોય છે અને ઓટો રિક્ષા ઉપર પોસ્ટરો ચોંટાડી રહ્યો છે.વીડિયોમાં આમિર જણાવી રહ્યો છે કે તે ઓટો અને ટેક્સીઓ ઉભી રાખીને તેમને વિનંતી કરતા હતા કે આ એક ફિલ્મ આવી રહી છે ક્યામાત સે કયામત તક તેનું પોસ્ટર તેમની ગાડી પર લગાવી લે. ઘણા લોકો સહમત થયા અને ઘણાએ ના પાડી. કેટલાક લોકો તેમને પૂછતા હતા કે હીરો કોણ છે, તો તે કહેતો કે આમિર ખાન હીરો છે. પછી ઓટો વાળા પૂછતા કે આમિર ખાન કોણ છે, તો તે કહેતો કે હું આમિર ખાન છું.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *