નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.વડોદરાની એક યુવતીને પોતાના બનેવી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને બહેનની હાજરીમાં રંગરેલિયાં મનાવતાં અને શરીર સુખ માણતાં હતાં. યુવતીની બહેને થોડા સમય સુધી સહન કર્યા પછી કંટાળીને ઘર છોડી દીધું હતું. બહેન જતી રહેતાં યુવતી પણ પોતાનાં ત્રણ સંતાનો તથા પતિને છોડીને બનેવી સાથે તેમના ઘરે જ રહેવા આવી ગઈ હતી અને ત્રણ વર્ષનો મૈત્રી કરાર કરીને લિવ ઈનમાં રહેવા લાગી હતી.

બનેવીએ યુવતી પોતાને છોડીને ના જતી રહે એ માટે તેના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. ત્રણ વર્ષ પૂરાં થતાં યુવતીએ દાગીના માગતાં બનેવીએ દાગીના ગિરવે મૂકીને ઘર ચાલતું હોવાનો ઘટસ્ફોટ કરીને દાગીના પાછા નહીં મળે એવું કહી દીધું હતું. યુવતી આ વાત કોઈને કરે નહીં એટલે બનેવીએ યુવતીને ઘરમાં પૂરીને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને અત્યાચાર ગુજારવા માંડ્યા હતા. યુલતીએ કંટાળીને અભયમ્ હેલ્પલાઈનની મદદ લેતાં પોલીસે છેવટે યુવતીને મુક્ત કરાવી છે.વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી આ ત્રણ સંતાનોની માતા એવી યુવતીને પતિરાઈ બહેનના પતિ એવા બનેવી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બહેન દામ્પત્યજીવન બચાવવા માટે આખ આંડા કાન કરતી હતી. બહેનની મજબૂરીનો જીજાજી અને સાળીએ પૂરેપૂરો લાભ ઉઠાવી ખુલ્લેઆમ રંગરેલિયા મનાવવા માંડ્યા હતા. આ અંગે બહેન-બનેવી વચ્ચે ઝગડા શરૂ થયા હતા.

Advertisements

બહેને યુવતીને પોતાના પતિ સાથેના સંબંધોનો અંત લાવવા કહ્યું હતું પણ યુવતીએ ઈન્કાર કરી દેતાં બહેન પોતાનાં બાળકો સાથે અલગ રહેવા ચાલી ગઈ હતી. બહેન જતી રહેતાં યુવતી ત્રણ સંતાન અને પતિને છોડી જીજાજી સાથે ત્રણ વર્ષનો મૈત્રી કરાર કરી ડભોઇ રોડની સોસાયટીમાં રહેવા આવી ગઈ હતી. મૈત્રી કરારનો સમય પૂરો થવા આવતા યુવતીએ પોતાના દાગીના પરત માગ્યા હતા. જીજાજીએ આ દાગીના ગીરવે મુકીને ઘર ખર્ચ કર્યો હોવાનું જણાવી દાગીના નહીં આપતા બંનેના સંબંધમાં ભંગાણ પડ્યું હતું.દરમિયાનમાં સાળી ભાગી ન જાય અને કોઇ કાર્યવાહી ન કરે એટલે બનેવીએ તેને ઘરમાં પૂરી રાખવાનું શરૂ કર્યું હતું. બનેવીના ત્રાસથી કંટાળેલી સાળીએ અભયમની મદદ લેતા અભયમની ટીમે સાળી-બનેવીનું કાઉન્સેલિંગ કરી બંનેને અલગ કર્યાં છે. યુવતીએ પિયરમાં જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને સામાન અને કપડા અપાવીને પિયરમાં મોકલવામાં આવી હતી. યુવતીએ ફરિયાદ કરવાનો ઇનકાર કરતા અભયમની ટીમે બનેવીને પણ સમજાવી દાગીના પરત કરવા જાણ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આ સમગ્ર કીસ્સો વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના એક ગામમાં બન્યો છે જ્યા એક હવસખોર જમાઇએ આચરેલા કાળા કરતૂતના કારણે એક પરિવારને કફોડી સ્થિતિમાં મુકાઇ જવાનો વખત આવ્યો હતો અને મોટી પુત્રીના લગ્ન કરાવી સામાજિક જવાબદારી હળવી કરનાર સામાન્ય વર્ગનું એક પરિવાર બીજી પુત્રી પુખ્ત વયની થાય અને તેના હાથ પણ પીળા કરવામાં આવે તે દિવસોની રાહ જોઇ રહ્યું હતું અને તે દરમિયાન પરિણીત પુત્રી છ મહિના પહેલાં પ્રસુતિ માટે પિયરમાં આવી હતી અને આ વખતે સગર્ભા દીકરીની સાથે જમાઇ પણ રહેવા આવ્યા હતા.

Advertisements

અને દીકરીની લાગણીના કારણે પરિવારે જમાઇ ને ઘર જમાઇ તરીકે રાખી લીધા હતા પરંતુ હવસખોર જમાઇની નજર તેની 17 વર્ષની ઉંમરની સાળી પર હતી અને ઘરમાં કોઇ ના હોય ત્યારે એકલતાનો લાભ લઇ જમાઇ સાળી પર બળાત્કાર ગુજારતો હતો.જેથી છ મહિના પહેલાં સાળી પણ પ્રેગનન્ટ થઇ હતી અને ત્રણ મહિના પહેલાં પરિણીત પુત્રીએ બાળકીને જન્મ આપ્યો હતો.પરંતુ આ વખતે કુંવારી પુત્રી પણ પ્રેગનન્ટ હોવાથી પરિવારજનો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.જમાઇની હરકતોથી વાજ આવી જઇ આખરે પરિવારે અભયમની મદદ લેતાં તેમણે પ્રેગનન્ટ સગીરાને ડભોઇ પોલીસ સ્ટેશને લઇ જઇ ફરાર થઇ ગયેલા હવસખોર ઘરજમાઇ સામે કાર્યવાહી કરવા તજવીજ કરી છે.

ડભોઇ પોલીસે આ અંગે ઘરજમાઇ સામે ગુનો નોંધ્યો છે અને બળાત્કારી જમાઇએ પરિવારને ખતમ કરી દેવાની ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે પોલીસની મદદ માંગી છે.સગીર વયની સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને પ્રેગનન્ટ બનાવનાર ઘર જમાઇ સામે પીડિતાએ પોલીસ ફરિયાદની તૈયારી કરતાં તે ફરાર થઇ ગયો છે.જતાં જતાં તેણે પોલીસ ફરિયાદ કરશો તો પરિવારને ખતમ કરી દઇશ તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા પરિવારે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવીને સાથે સાથે પોલીસ રક્ષણ માટે પણ માંગણી કરી છે.

Advertisements

અને આવી જ એક બીજી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવા જઇ રહ્યા છે જે વરાછાના રત્નકલાકારને સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે જીવ ગુમાવવો પડયો હતો અને પોતાના ઘરસંસારમાં આગ લગાડનારા સાઢુભાઇ એ જ બે મિત્રો સાથે મળી રત્નકલાકારને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો અને પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા ખાતેની વર્ષા સોસાયટીમાં વિભાગ-૧માં રહેતો દિનેશ જાધવ વાળા ઉમર વર્ષ.35 વ્યવસાયે રત્નકલાકાર હતો અને ગત બુધવારે રાત્રે દિનેશ તેના ભત્રીજા અશોક સાથે નીકળ્યો હતો.

અને તે સમયે વરાછા માતાવાડી ખાતેના વિઠ્ઠલનગરમાં ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેવાતા દિનેશનું સ્થળ પર જ મોત થયું હતું બનાવ અંગે જાણ થતા જ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દિનેશની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. દિનેશનું તેની સગી સાળી સાથે અફેર હતું. આ અફેર અંગે સાળીના પતિ ભરતને જાણ થઇ ગઇ હતી. સાઢુભાઇ દિનેશને કારણે પોતાના ઘર સંસાર બગડી ગયો હોવાનું લાગતા ભરતે દિનેશના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. ભરતે બે મિત્રો વિપુલ અને મનિષ સાથે મળી દિનેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછા પોલીસે સાઢુભાઇની હત્યા કરનારા ભરત અને તેના બે મિત્રો વિપુલ અને મનિષને પકડી પાડયા હોવાનું જાણવા મળે છે.

Advertisements

મિત્રો આવી જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા ઉત્તર પ્રદેશના આગ્રામાં નાની બહેનને પોતાના બનેવી સાથે જ પ્રેમ થઇ ગયો. બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો હતો અને 19 ઓગસ્ટના રોજ બંને ભાગી ગયા. કેસ પોલીસ સુધી આવ્યો. પોલીસે બંનેને શોધી કાઢ્યા. કોર્ટમાં નિવેદન અપાવ્યું. સાળીએ સ્પષ્ટ કહી દીધું કે પુખ્ત છું. બનેવી સાથે જ રહીશ. કલાકો પોલીસ સ્ટેશનમાં પંચાયત પણ ચાલી, પરંતુ કોઈ પરિણામ ન નીકળ્યું. લોકોએ સમજાવ્યા. તેને કારણે મોટી બહેનનુ ઘર ભાંગી રહ્યું છે.

તેને તેનાથી પણ કોઈ ફરક ન પડ્યો. યુવતી કાલિંદી વિહાર વિસ્તારની રહેવાસી છે. બનેવી સરહદ સુરક્ષા દળમાં જવાન છે. બરહન વિસ્તારનો રહેવાસી છે. આઠ વર્ષ પહેલા મોટી બહેન સાથે તેના લગ્ન થયા હતા. ઘરમાં જ ચાલી રહેલી પ્રેમ કહાની વિષે જાણ થઇ તો મોટી બહેને ઝગડો કર્યો. વાતાવરણ ગરમાતા જ ૧૯ ઓગસ્ટે બનેવી સાળી સાથે ભાગી ગયા. યુવતીના કુટુંબીજનોએ ભોળવીને ભગાડી જવાનો કેસ દાખલ કરાવ્યો.તેમજ પોલીસે યુવતીની હાથ કરી લીધી હતી અને તેની પુછપરછ થઇ તો તેણે જણાવ્યું કે કોઈ અપહરણ થયું ન હતું તે પુખ્ત છે અને પોતાની ઈચ્છાથી કોઈ પણ સાથે રહી શકે છે અને તે કાયદાકીય ગુનો નથી અને તમને જણાવી દઇએ કે આ યુવતિએ તેની સાથે વાતચીત પછી પોલીસે તેને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતુ અને તેણે પોતાનું પુખ્ત હોવાનો આધાર આપ્યો. બનેવીના પક્ષમાં નિવેદન આપ્યું હતુ અને કોર્ટે જણાવ્યું કે યુવતી પુખ્ત છે.

Advertisements

મિત્રો સરહદ સુરક્ષા દળમાં રહેલા જવાનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. બે બાળકો છે. યુવતી પોતાની બહેનના ઘરે આવતી હતી. બનેવીએ તેને પોતાની જાળમાં ફસાવી લીધી. જાણકારી થવાથી પત્નીએ ઝગડો કર્યો, તો બંને વધુ નજીક આવી ગયા. આ પ્રેમ કહાની પોલીસ સ્ટેશનમાં દિવસ આખો ચર્ચાનો વિષય બનેલો હતો. ઘરવાળા યુવતીને સમજાવવામાં લાગેલા રહ્યા. પંચાયત પણ થઇ. તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેનું જીવન છે. જ્યાં ખુશ રહે ત્યાં રહેશે. કોઈ તેની ઉપર દબાણ નથી કરી શકતા.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *